હું જેમ જેમ થોડો સમજદાર થયો છું...
હું એમ એમ તારો કદરદાન થયો છું...
ઘોબા પડ્યા છે ભીતર,કોરા ઘડા ની જેમ,
હું જયારે જયારે થોડો દયાવાન થયો છું...
'ના' કહી શકો નહી,એ છે નઠારી ટેવ,
એ ટેવ ને કારણ ઘણોય હેરાન થયો છું...
ખુશ્બુ ભરી છે ચોતરફ તારા કુસુમ ની,
એ ચૂંટી ચૂંટી ગોઠવી ફુલદાન થયો છું...
હું પથારી પાથરી રસ્તા ના છેડે ઊંઘતો,
કોઈને નડ્યા વગર ખાનદાન થયો છું...
આ ઘંટ,ઝાલર ને અઝાન ના રોજ દે'કારા,
તારી જ માફક સાંભળી બેભાન થયો છું...
'અલ_મસ્ત' તમને શું ખબર દુનિયાની રીત ની ?
હું તો બધું ઝીરવ્યા પછી સાવધાન થયો છું....