મુક્તક







એક કુહાડી ને તો તારી પાસે રાખી છે ને ભૈ ?
પછી જ આ વનરાઈ વેંડી આખેઆખી છે ને ભૈ ?
ભલે,હશે એ ભાગ માં એનાં,માળૉ કરશે બીજે,
તોડી પાડી ખુશ તો તારા મન નું પાંખી છે ને ભૈ ?






xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx




ઘણુ બોલાવું ભલે પણ આવશો તો નહીં જ...
કેટલુંય જોઉંને તોયે બોલાવશો તો નહીં જ...
ખોટ મારી તમને સાલી શકે છે પણ,
સામે હશો તો તમે સ્વીકારશો તો નહીં જ..





xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx




એ કહે છે તું નથી અલમસ્ત ,તો ખોટો દેખાડો ન કર...
હું કહું છું તું ય નથી અલમસ્ત ,ખોટો બખારો ન કર...
પ્રેમ કહે,વૈરાગ્ય કહે,નિષ્ઠુર ગણે તો એય છું,
હું તો છું એ છું જ ,તું મારા વિચારો ન કર....



---------------------------------------------------------------------------------


પથ્થરો ચીરી ને કૂંપળ બહાર આવે છે...
ત્યારે પ્રભુ પર સાચો એતબાર આવે છે...
કોઈ ક્યાં સમજી શક્યું ગીતા-કુરાન ને,
ને જુઓ તો એમા બધાય સાર આવે છે...




xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx







માણસાઈ ની પરખ નુ કાંઇક લાવ્યો છું...
અવનવા રંગો ને સાથે લઇને આવ્યો છું...
માણસો જે હોય એ એક-એક લઇ લેજો, 
બાકી વધ્યા નું કાચિંડા ને કહી ને આવ્યો છું...





xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx








વાત ને મારી પળેપળ એ વણ્યા કરે...
એકાંત મા મારી ગઝલ ને ગણગણ્યા કરે...
વાત 'અલ_મસ્ત'એ છે કે ચાહે છે અંદર થી,
એ બધાં જે બહાર મને અવગણ્યા કરે...








xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx








ભાવનાઓ પણ રમત માં લઇ જજો...

ને વિચારો એકમત માં લઇ જજો...
પ્રેમ નો વ્યાપાર માંડ્યો છે અમે,
જેને જોઈએ એ મફત માં લઇ જજો..







xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx








બંધ મા છંદ મા બાંધો નહીં,હું આકાશ નું પંખી છું...

ઘડીભર સંઘરી ન શકો એ શ્વાસોશ્વાસ નું પંખી છું...
તોડી શકો છો ક્ષણમાં , પણ ચેતજો તમે,
જોડાઇશ નહીં ફરીથી એવું હું વિશ્વાસ નું પંખી છું...




xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx





ધરા કેરા મિલન કાજે મુસાફિર થઈ ને આવ્યો છે...
નિભાવવા પ્રિત માટી ની એ ખુશ્બુ લઈ ને આવ્યો છે...
અમીરો માટે આવ્યો છે બની મહેફિલ ઘણી માદક,
ગરીબો જે હતાં બેઘર,ત્યાં કાફીર થઈ ને આવ્યો છે...



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




એ હૃદય થી નીકળ્યો એ બાદ બસ આયો નથી...
રાખવો એને મગજ મા પણ કદી ફાવ્યો નથી...
જો કાંઈક ટપ્પો પડે તમને તો કહેજો મને,
આમ તૌ હુ કોઈ દી' ,મને જ સમજાયો નથી..







~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


દાદ નો વહેવાર થયો છે સાહેબ..
આમ અજાણ્યો કયો છે સાહેબ.. ?
એમને પૂછશો તો એ કહેશે નહીં,
કે આમના છેડે રહ્યો છે સાહેબ..



-ચિંતન લખાણી 'અલ_મસ્ત'

No comments:

Post a Comment