Showing posts with label મોત. Show all posts
Showing posts with label મોત. Show all posts

Wednesday, 23 August 2017

પિંજર જતું રહ્યું..



એ આંખ થી ખર્યું,ને સદંતર જતું રહ્યું...
એક દર્દ એવું ક્યાંક અંદર જતું રહ્યું...
શરણાઈઓ ઉલ્લાસની વાગીને રહી ગઇ,
ને આંગણાનું જાનમાં જંતર જતું રહ્યું...
નામ મારુ ક્યાંય પણ ચાલી શક્યું નહિ,
ગુમનામ જીવનમાં બધું જીવતર જતું રહ્યું...
હું મને કોઈ વાત માં રોકી શક્યો નહિ,
એ ગયા, ને એમનું અંતર જતું રહ્યું...
મોત આપે તો તને શાબાશ કહું ખુદા,
જીવન હતું આ મોતથી બદતર,જતું રહ્યું...
ગાંસડી બાંધીને બે ગજ માં મૂકી દીધો,
પંખી ઉડી ગયા પછી પિંજર જતું રહ્યું...
ઈશ્વરની આશા એ હવે બેસી ન રહે 'અલમસ્ત',
એની હતી એ ધરા એ અંબર જતું રહ્યું...