Showing posts with label સુરા. Show all posts
Showing posts with label સુરા. Show all posts

Thursday, 1 June 2017

હું



જયારે જગત ની આંખ થી ઉતરી જવાનો હું....
ત્યારેે સમજજો કે ખરેખર 'હું' થવાનો હું....
પત્થર બની ને આવ્યો છું,દરિયાવ ની વચ્ચે ,
લહેરો ની સાથે અંદર ને બહાર જવાનો હું....
લાલાશ આંખો માં બધી જે છે,સુરા ની છે,
એ હોઠના એક સ્પર્શ માં ખાલી થવાનો હું....
તારા થવાની એ સજા હવે ભોગવવી પડશે,
મારા હતા એવા થી પણ જુદો થવાનો હું....
તને તો કહેશે કે બહુ સારો હતો માણસ,
મને જે કહ્યું હતું,ફક્ત એ જાણવાનો હું....
જયારે બધાયે આપણાથી ખુશ થઇ જશે,
ત્યારે ખુશી નો માર્યો મરી જવાનો હું....
'અલ_મસ્ત'તમને એ ભલે લાગે છે વ્હાલો પણ,
ઉપર જઈ ઈશ્વર ની સાથે બાધવાનો હું....






-ચિંતન લખાણી 'અલ_મસ્ત'
whatsapp-૯૬૮૭૯૧૦૬૫૧

Wednesday, 7 December 2016

પ્રકાશે જાવ છું ...



રાગ જે છે એમનો એ સ્વીકાર્યે જાવ છું...
એ વગાડયે જાય છે,હું બરાડયે જાવ છું...

અમારી લગન નું તમને શું કહું ભલા ?
એ જગાડયે જાય છે,હું લગાડયે જાવ છું...

એમ તો 'અલ_મસ્ત'કાઈ,આ મથે નાં એકલો,
એ લખાવ્યે જાય છે,હું ઉતાર્યે જાવ છું...

જીંદગી ઓછી સુરા ,ને તાણ પણ એવી કરે,
એ વધાર્યે જાય છે,હું ઘટાડયે જાવ છું...

ભાગલા મારા કરી બે,એ વસ્યો છે મધ્યમાં,
ક્યાંથી એ દેખાય છે? એ વિચાર્યે જાવ છું...

આંખ મીંચી બેસતાં, દેખાય છે અંધારપટ,
આગિયૉ એ થાય છે,હું પ્રકાશે જાવ છું...

-##અલ_મસ્ત

અહિં જો મક્તા ને મહત્વ આપવા ગયો હોત તો એ છેલ્લા શેર સાથે લગભગ અન્યાય જ હતો,એટ્લે થોડુંક અટપટું લાગે તો સહન કરજો...


connect on facebook