Showing posts with label પ્રેમ. Show all posts
Showing posts with label પ્રેમ. Show all posts

Wednesday, 15 November 2017

ગઢડો




પાદર મોહરયો વડ, ને બેઠો ડોકરડો ,
રખે ભલો આ ગઢ ચણાયો ઠાકરડો ,

આગળ ધોરી, પાછળ ખેતર ગાડે ,
હૈયે હરખે ખેડું ,ફોરાં નાડે નાડે ,
સુરજ હજી  તો રાતી આંખે બેઠો થાતો ,
ને પનિહારી પાણી જતી ઝરતી વાતો ,

મેહુલીયા ની આશ માં ફરતો મોરલીયો ....રખે....

બકરાં બેબે ,બળદ ભાંભરે  ,ઝાંઝર ના ઝણકાર ,
નેણ અણીધર,કેશ ફણીધર ,અજબ રૂપકડી નાર,
પગ કાં થર થર થરકે તારા સાહેલડી ?
મન માં તારા મલકે એ શું વાતલડી ?

સખી મને મન ભાયો ઓલો પાતલડો .......રખે ....



Friday, 9 December 2016

બવાલ લાગે છે......




નયન ના નીર માં છલકી રહ્યો સવાલ લાગે છે..
જીવાડી જે રહ્યો, એ એમનો ખયાલ લાગે છે..
કોઈ આવીને બસ સાહસ કરાવી જાય છે,
નહીં તો બધા એ આશિકો બેહાલ લાગે છે..
લાખો અંધારા બાદ ઉગતી તેજ કિરણો હોય જેમ,
એમ એનો પ્રેમ એક પ્રિયાલ લાગે છે..
ખૂટે છે શબ્દ મારા, પ્રેમની વાતો માં એની,
શબ્દકૉંશે ધરા નો ક્યાંક તો પાયમાલ લાગે છે..
ભળે છે એ સતત મારા માં કાંઈક એવી રીતે,
બનું જો જલ હું તો એ સકલ શેવાલ લાગે છે..
મળે છે પ્રેમ ને નફરત અહીં દુનિયા મહીં તારી,
નક્કી ખુદાઈ માં કોઈ બવાલ લાગે છે..


-##અલ_મસ્ત

Thursday, 8 December 2016

આપણે


કાલ્પનિક જગત


ગાંડા ત્રણ પ્રકાર ના હોય શકે...
1.માનસિક ખોડ વાળા...
2.મગજ ફરી ગયેલા...(ડિપ્રેસ્ડ)
3.હ્રદય ના ...(દિલ થી ગાંડા...)
ઉપર ના બે પ્રકાર ના ઉદાહરણ ઘણા મળી શકે છે..રોજિંદા જીવન માં અનુભવીએ જ છીએ પણ,આ ત્રીજો પ્રકાર થોડો અટપટો છે.
એને તમે અનુભવી શકો ,એટલે કે મહેસુસ કરી શકો..સ્પર્શી પણ શકો..જોઈ શકો..બધું જ કરી શકો..પણ ઓળખી ના શકો..એનું માપ ન કાઢી શકો ..જ્યાં સુધી એ જાહેર ના કરે...ને જાહેર કરવું એની મરજી છે.ક્યારેક બસ એક વાક્ય અરે અમુક વાર તો એક શબ્દ કાફી હોય છે એમના માટે...
'અઘરાપણું 'એ એમને ગોડ ગિફ્ટ છે..એ ક્યારેક વાત ની શરૂઆત "are you mad??" થી કરે...
ક્યારેક સામાન્ય વાત ચાલુ હશે અને અચાનક...
"He: tne varsad gme ??
She: ha..bau j...
He : mne pn...
She: hm...
He: hu su kau 6u..gf bni jaa mari....rakhdisu varsad ma...
She: rakhdva mate tari gf..kai pn bole...?
He :sachu kau chhu...majaa aavse...
She: bhle ho.."
એ ક્યારેક સામેવાળા વ્યક્તિ ને પુરા ફ્લેટ કરી દેશે ને છેલ્લે મજાક કરું છું કહેશે...આ વાંચો...
"She:hey..
He : hello..hows u ?
She: f9..free 6e ?
He:what ??
She: r u free ?
He: yes..why ?
She: nothing,i was just thinking to propose u..
He: what ?
She: yup..i love u...
He:what ?
She: yup...."
ઈંગ્લીશ માં આને સેન્સ ઓફ હ્યુમર કહી શકો..ગુજરાતી માં રમુજ વૃત્તિ...મારી ભાષા માં તો આ બધા હૃદય થી ગાંડા છે..
હવે તમે આવા ઘણા "crazyhearted" જોઈ શકશો..
જો કે આમ જોતા પ્રત્યેક વ્યક્તિ થોડા અંશે હ્ર્દય થી ગાંડો છે જ...બસ એ ગાંડપણ બહાર લાવવા ની જરૂર છે..
જો તમે રસ્તા પર ચાલતા ચાલતા મોટા બરાડા પાડી ને ગીતો ગાઈ શકો છો,જો તમે અરીસા સાથે વાત કરી શકો છો,જો તમે આરામ કરવા ને પણ એક કામ તરીકે સ્વીકારો છો..જો તમે રસ્તા ના પત્થર ને લાત મારી ગો......લ એમ બૂમ મારી શકો છો..જો તમે activa નો પીછો કરવામાં માહેર છો...જો તમે વિવિધ સેવાભાવી સંસ્થા ના સદસ્ય બની એમની પાસે થી જ સેવા નો લાભ લઇ શકો છો,જો તમે કોઈ ની આંખ માં આંસુ હોવાની સાથે પણ એને હસાવી શકો છો....
તો વેલકમ ટુ અવર ગ્રુપ..."ક્રેઝી હાર્ટેડ પીપલ્સ"
મને ગર્વ છે કે હું એક ગાંડા હૃદય નો વ્યક્તિ છું..કદાચ તમને પણ હશે...
-#અલ_મસ્ત

રથયાત્રા

                                               
                                                અહિં આત્મને ઇન્દ્રિયો નો સાથ છે...
                                                     ભાવ ને ઇચ્છા નો સંગાથ છે...
                                                   પ્રેમ ને વૈરાગ્ય ઓતપ્રોત છે જયાં,
                                                  શરીર 'પુરી' છે,મન 'જગન્નાથ' છે...

                                                                  -ચિંતન લખાણી

હાઇકુ

"આવે છે કેમ ?
નવરાત્રી છે ડોબા,
એ વરસાદ".
--------------------
ટોળા ની વચ્ચે
એકાંત પળ મળે,
જ્યારે તું મળે.
--------------------
સુગંધ ક્યાંથી ?
મૃગલા શોધે નહીં
બસ નાભિ એ .
--------------------
ભીની પાંપણે,
વળગી પડી મને
એની નજર.
--------------------
આંખ ઊંચકી
ખેતર મધ્યે ,ભાણ
જોયો,ને રોયા.
-------------------
છેલ્લી બુંદ,
પડી ગયાં પછીથી,
પડે બફારો.
------------------
પ્રેમ મોસમ,
કોરા શુષ્ક બેય ને
સ્પર્શે ખરી.
-------------------

-##અલ_મસ્ત

Wednesday, 7 December 2016

ત્રણ મુક્તક

એક કુહાડી ને તો તારી પાસે રાખી છે ને ભૈ ?
પછી જ આ વનરાઈ વેંડી આખેઆખી છે ને ભૈ ?
ભલે,હશે એ ભાગ માં એનાં,માળૉ કરશે બીજે,
તોડી પાડી ખુશ તો તારા મન નું પાંખી છે ને ભૈ ?


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


ઘણુ બોલાવું ભલે પણ આવશો તો નહીં જ...
કેટલુંય જોઉંને તોયે બોલાવશો તો નહીં જ...
ખોટ મારી તમને સાલી શકે છે પણ,
સામે હશો તો તમે સ્વીકારશો તો નહીં જ..


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


એ કહે છે તું નથી અલમસ્ત ,તો ખોટો દેખાડો ન કર...
હું કહું છું તું ય નથી અલમસ્ત ,ખોટો બખારો ન કર...
પ્રેમ કહે,વૈરાગ્ય કહે,નિષ્ઠુર ગણે તો એય છું,
હું તો છું એ છું જ ,તું મારા વિચારો ન કર....


-ચિંતન લખાણી 'અલ_મસ્ત'