Tuesday 1 November 2016

વર્ષાપ્રીતી




મોસમ ભીની ઋતુ વરસતી અંતરે સ્પર્શી રહી ,
અરુ પ્રભાતે મૃદુલ સ્વરે કોકિલા ગીત ગાતી ,
કિરણ થોડા વાદળો માં ડોકિયું કાઢી જોતાં ,
ને એ સવારે ક્રમ મુજબ હું હાંફતો ચાલી રહ્યો ,
જોયું એવું દ્રશ્ય ભુપરે  નજર ત્યાં ચોટી ગઈ ,
ગરીબ બાપો ઝુપડું બાંધે આ સમય ગાળવાને ,
નીચે ઉંભી નાની ઢીંગલી  થઇ હજી બસ સમજણી,
એ આંખો માં ભય હતો એનો જેને હું માણી રહ્યો ,
એને વર્ષા વ્હાલી હો તો યે કરે ન કલ્પના એ ,
ખરું ખરું એ ક્યાંક જીવન ક્યાંક મૃત્યુ વેરતું હો ,
રહ્યો વિચારી "ક્યારે એને વર્ષા પર પ્રીતિ થાશે  ?

    
                                -ચિંતન લખાણી  'અલ_મસ્ત ' 

connect on facebook
chintanlakhani41195@gmail.com

આવ જરા તું ઓરી





શ્યામલ રંગ મન ભાયો ,ભાયો ગોકુલ ગામ  કિશોરી ,
આવ જરા તું ઓરી ,ગોરી આવ જરા તું ઓરી,

જમુના જળ માં  સ્નાન કરીને, ભીના વદન ની માથે ,
કોરા નયન, આ લૂછ્યા કરતા એને હાથે હાથે ,
તે  જ સ્વામીની થઈને કીધી મારા હદય ની ચોરી ,

                         આવ જરા તું ઓરી ..........................

ઝાકળ ની આ બુંદો માદક કરે છે ઉપવન મન નું,
આપ-લે ફૂલો ની, છે સૂચન ન્યારા બંધન નું,
ભ્રમર કરી ને ગુંજન ,બાંધે છે સંબંધ ની દોરી ,

                        આવ જરા તું ઓરી ...........................

કુસુમ પરે થી રાગ ખરે છે, હાંસી કરે છે માંહે,
પાણિ  ગ્રહું ને દેહ થરથરે ,મન વારી વારી જાયે,
જાણે છે તું તોરો છું હું ,થઇ જા ને તું મોરી ,

                         આવ જરા તું ઓરી............................




    connect on facebook                                                                          -ચિંતન લખાણી 'અલ_મસ્ત'