
રાગ જે છે એમનો એ સ્વીકાર્યે જાવ છું...
એ વગાડયે જાય છે,હું બરાડયે જાવ છું...
અમારી લગન નું તમને શું કહું ભલા ?
એ જગાડયે જાય છે,હું લગાડયે જાવ છું...
એમ તો 'અલ_મસ્ત'કાઈ,આ મથે નાં એકલો,
એ લખાવ્યે જાય છે,હું ઉતાર્યે જાવ છું...
જીંદગી ઓછી સુરા ,ને તાણ પણ એવી કરે,
એ વધાર્યે જાય છે,હું ઘટાડયે જાવ છું...
ભાગલા મારા કરી બે,એ વસ્યો છે મધ્યમાં,
ક્યાંથી એ દેખાય છે? એ વિચાર્યે જાવ છું...
આંખ મીંચી બેસતાં, દેખાય છે અંધારપટ,
આગિયૉ એ થાય છે,હું પ્રકાશે જાવ છું...
-##અલ_મસ્ત
અહિં જો મક્તા ને મહત્વ આપવા ગયો હોત તો એ છેલ્લા શેર સાથે લગભગ અન્યાય જ હતો,એટ્લે થોડુંક અટપટું લાગે તો સહન કરજો...
connect on facebook
શ્યામલ રંગ મન ભાયો ,ભાયો ગોકુલ ગામ કિશોરી ,
આવ જરા તું ઓરી ,ગોરી આવ જરા તું ઓરી,
જમુના જળ માં સ્નાન કરીને, ભીના વદન ની માથે ,
કોરા નયન, આ લૂછ્યા કરતા એને હાથે હાથે ,
તે જ સ્વામીની થઈને કીધી મારા હદય ની ચોરી ,
આવ જરા તું ઓરી ..........................
ઝાકળ ની આ બુંદો માદક કરે છે ઉપવન મન નું,
આપ-લે ફૂલો ની, છે સૂચન ન્યારા બંધન નું,
ભ્રમર કરી ને ગુંજન ,બાંધે છે સંબંધ ની દોરી ,
આવ જરા તું ઓરી ...........................
કુસુમ પરે થી રાગ ખરે છે, હાંસી કરે છે માંહે,
પાણિ ગ્રહું ને દેહ થરથરે ,મન વારી વારી જાયે,
જાણે છે તું તોરો છું હું ,થઇ જા ને તું મોરી ,
આવ જરા તું ઓરી............................
connect on facebook -ચિંતન લખાણી 'અલ_મસ્ત'