Showing posts with label મૌન. Show all posts
Showing posts with label મૌન. Show all posts

Saturday, 10 December 2016

અશક્ય



જીવન ગુજારી શકાય છે યાદ માં ખરેખર ?
ખુદ ને વિસારી શકાય છે સાથ માં ખરેખર ?
લાખ કરો ઉપાય તોય ,એ દરદ ના જ મટે,
અભિમાન રોકી શકાય છે દાદ માં ખરેખર ?
પર ન થઇ શકાય તો પ્રતિબિંબ થઇ જાવું,
જાત ઝોંકી શકાય છે વાદ માં ખરેખર ?
લાગે છે જેને ઘા એતો મૌન રહે છે,
વેદના ખોલી શકાય છે ફરિયાદ માં ખરેખર ?
પર્ણ ના ખર્યા નું દુઃખ મૂળ ને પૂછો,
દર્દ તોળી શકાય છે હાટ માં ખરેખર ?
શબ્દ એક 'અલ_મસ્ત' એવી સંહિતા છે,
ચૈતન્ય બોલી શકાય છે વાત માં ખરેખર ?


-ચિંતન લખાણી 'અલ_મસ્ત'

Thursday, 8 December 2016

શબ્દ ઘા



એમને ગમે છે મારી મનાવવાની રીત એવી....
માની ગયાં છે તો યે ,માનતા નથી...

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


તારું તો હાસ્ય પણ એક્દમ શિસ્તબદ્ધ હતું,

ને મારુ તો મૌન પણ ગુંજે છે...


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


આ તારી નજર અને વરસાદ ની બુંદ બન્ને લગભગ સરખા...

જેવા મારા પર પડે એટલે ભીંજવી દે... એક બહાર થી,એક ભીતર થી.....


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


હું બોલીને બધુ સોલ્ટ આઉટ કરી શકુ છું, મને નડે છે તો બસ મેં ન બૉલેલા અને તેં જાતે સમજેલા શબ્દો જ...


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


હૃદય એ એકમાત્ર એવું ઘર છે...જેમાં વસનારા ખાલી કરી ને જાય પછી એ ભાંગી પડે છે...



xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



રોજ વિચારું છું કે ,એને ભૂલી જાઉં,
ને રોજ એ વાત ભૂલી જાઉં છું હું...


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


છો જ દિવાળી તમે સાચું કે શું ?
નહિ તો આવો ઝગમગાટ કઈ હોય નહિ...


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


જયારે રામ હૈયે આવીને વસે, ત્યારથી રોજ દિવાળી..



xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



તર્ક માં મળ્યો નથી, મળશે નહીં કઈ અર્થ,

તર્ક છોડું તો હું એ છું બુદ્ધ ને તમે પણ..




-ચિંતન લખાણી