
ઈમારત કોઈ દેવાલય ની બડી નથી ...
જ્યાં સુધી એમાં કઈક શ્રદ્ધા પડી નથી ...
જો ચડે એકવાર તો ઉતરે નહી કદી ,
છે ખરી એવી મદિરા પણ,મને જડી નથી ...
ગામ આખું એક ક્ષણ માં તોડી નાખે એ ,
પણ જાત ની સામે અહી દુનિયા લડી નથી ...
શ્રેષ્ઠતા હશે તો ઈતિહાસ અમર થશે જ ,
ક્યાય નહી તો આજ નાલંદા ખડી નથી ...
રીત કઈક અલગ છે એની ઈબાદત ની,
જે વ્યક્તિ આજીવન કોઈને નડી નથી ...
આપની સાથે જ આ વ્યવહાર છે ‘અલ_મસ્ત’,
બાકી જગત માં કોઈની અમને પડી નથી ...
connect on facebook -ચિંતન લખાણી ‘અલ_મસ્ત’