
રોઈ લે તને આંખ ઉધાર આપું...
પછી એવા દ્રશ્ય બેચાર આપું...
નિષ્ઠુરતા સાવ વ્યાપી હોય તો કે,
કરુણા ય થોડીક તૈયાર આપું...
સુરજ ને રાતે બહુ લાગે છે બીક,
આગિયા ઓ લાવ હથીયાર આપું...
ચાંદા ને તારલા ઓ વ્હાલ નથી કરતા,
આંખો નો એનેય કૈક પ્યાર આપું...
અંધારા થી આંખો હવે અંજાઈ ગઈ છે,
'અલ_મસ્ત' રૂપેરી સવાર આપું...?
-ચિંતન લખાણી 'અલ_મસ્ત'
connect on facebook
chintanlakhani41195@gmail.com
No comments:
Post a Comment