ધાર માં ,અંધકાર માં છે...
એ રતન સવાર માં છે...
ગળગળી શી વાદળી માં,
મેઘલા હું'કાર માં છે...
શબ્દ ની પર મન થયું છે,
ને ગઝલ મજધાર માં છે...
એ ભ્રમર ના ગુંજનો માં,
ફૂલ ના પગથાર માં છે...
છે ઘડીક માં દેહધારી ,
ને વિદેહ પળવાર માં છે...
હું રહ્યો છું જેને શોધી,
એ ક્યાં હજી આકાર માં છે..!
મોસમ ભીની ઋતુ વરસતી અંતરે સ્પર્શી રહી , અરુ પ્રભાતે મૃદુલ સ્વરે કોકિલા ગીત ગાતી , કિરણ થોડા વાદળો માં ડોકિયું કાઢી જોતાં , ને એ સવારે ક્રમ મુજબ હું હાંફતો ચાલી રહ્યો , જોયું એવું દ્રશ્ય ભુપરે નજર ત્યાં ચોટી ગઈ , ગરીબ બાપો ઝુપડું બાંધે આ સમય ગાળવાને , નીચે ઉંભી નાની ઢીંગલી થઇ હજી બસ સમજણી, એ આંખો માં ભય હતો એનો જેને હું માણી રહ્યો , એને વર્ષા વ્હાલી હો તો યે કરે ન કલ્પના એ , ખરું ખરું એ ક્યાંક જીવન ક્યાંક મૃત્યુ વેરતું હો , રહ્યો વિચારી "ક્યારે એને વર્ષા પર પ્રીતિ થાશે ? -ચિંતન લખાણી 'અલ_મસ્ત ' connect on facebook chintanlakhani41195@gmail.com