Thursday, 8 December 2016

(કુ)વિચારકો

આજ નાં વિચારકો કે જેમની આગળ હુ "કુ " (કૂવિચારકોં)મારા ઘરનું ઉમેરવાનું પસંદ કરીશ..જેમને કાઈ જાણ્યા જોયા વગર બસ પોતાનો વિચાર કેતા કૂવિચાર પ્રગટ કરવામાં વધું રસ હોય છે તેમને સમર્પિત...


છે અજબ રીતો,અજબ દુનિયા નાં લોકો ની,
કૃષ્ણ ની નિંદા કરી ને બોધ ગીતા નો જ દે છે...
રામ ને કયારેક એ રાવણ ની સાથે સરખાવે,
ને પછી દ્રષ્ટાંત કોઈ માનસ(રામચરિતમાનસ) 
નું કાઢી સંભળાવે,
સંસ્કૃતિ ની સાવ એ ઈજ્જત ઉતારી લે છે..
સંસ્કાર ક્યાં રહ્યાં છે આ કલિયુગ મા ?
પાછા એવું ય કે છે...
ભાઈ,તુ એક  સુધરી જા,
જો બધાં પ્રાણીઓ એની પ્રકૃતિ માં જ રે'છે...

-##અલ_મસ્ત

भीतर

उसने दरिया पार किया जो साहस करके कूद गया।
उसने दिल से याद किया जो पत्थरों से उब गया।
बाहर फैला एक धुँआ सा जो दीखता है सो जूठा सा
उसने खुद को खोज लिया जो अपने भीतर डूब गया।।

Wednesday, 7 December 2016

પ્રકાશે જાવ છું ...



રાગ જે છે એમનો એ સ્વીકાર્યે જાવ છું...
એ વગાડયે જાય છે,હું બરાડયે જાવ છું...

અમારી લગન નું તમને શું કહું ભલા ?
એ જગાડયે જાય છે,હું લગાડયે જાવ છું...

એમ તો 'અલ_મસ્ત'કાઈ,આ મથે નાં એકલો,
એ લખાવ્યે જાય છે,હું ઉતાર્યે જાવ છું...

જીંદગી ઓછી સુરા ,ને તાણ પણ એવી કરે,
એ વધાર્યે જાય છે,હું ઘટાડયે જાવ છું...

ભાગલા મારા કરી બે,એ વસ્યો છે મધ્યમાં,
ક્યાંથી એ દેખાય છે? એ વિચાર્યે જાવ છું...

આંખ મીંચી બેસતાં, દેખાય છે અંધારપટ,
આગિયૉ એ થાય છે,હું પ્રકાશે જાવ છું...

-##અલ_મસ્ત

અહિં જો મક્તા ને મહત્વ આપવા ગયો હોત તો એ છેલ્લા શેર સાથે લગભગ અન્યાય જ હતો,એટ્લે થોડુંક અટપટું લાગે તો સહન કરજો...


connect on facebook

મળે

કેવું હેં...અચાનક રસ્તા માં જતાં,
સાવ અજાણ્યા જણ ને કોઈ ઓળખિતૂ મળે...
ઠાંસી ઠાંસી ને ભરેલું ભવ નું ભાતૂ,
સાવ અગોચર વન માં જ સંજીતૂ મળે..
અવાવરું ને,ધે ભયંકર, મન ની કેડી નિર્જન નિર્જન,
પણ ઘણુ ઘણુ ત્યાં પરવર ને શોધંતૂ મળે...
કાયા ને કોરી કોરી,આ વય ની ફાટફાટ એ,
મારી ભીતર કાંઇક ઘટે કાંઇક વધતૂ મળે..
ચાલ ને 'અલ_મસ્ત' ધૂળ ધૂળ આ મારગ માથે,
જણ તારું પોતાનુ કો'ક રખડતૂ મળે..

-##અલ_મસ્ત

connect on facebook
chintanlakhani41195@gmail.com

ત્રણ મુક્તક

એક કુહાડી ને તો તારી પાસે રાખી છે ને ભૈ ?
પછી જ આ વનરાઈ વેંડી આખેઆખી છે ને ભૈ ?
ભલે,હશે એ ભાગ માં એનાં,માળૉ કરશે બીજે,
તોડી પાડી ખુશ તો તારા મન નું પાંખી છે ને ભૈ ?


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


ઘણુ બોલાવું ભલે પણ આવશો તો નહીં જ...
કેટલુંય જોઉંને તોયે બોલાવશો તો નહીં જ...
ખોટ મારી તમને સાલી શકે છે પણ,
સામે હશો તો તમે સ્વીકારશો તો નહીં જ..


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


એ કહે છે તું નથી અલમસ્ત ,તો ખોટો દેખાડો ન કર...
હું કહું છું તું ય નથી અલમસ્ત ,ખોટો બખારો ન કર...
પ્રેમ કહે,વૈરાગ્ય કહે,નિષ્ઠુર ગણે તો એય છું,
હું તો છું એ છું જ ,તું મારા વિચારો ન કર....


-ચિંતન લખાણી 'અલ_મસ્ત'

Tuesday, 1 November 2016

વર્ષાપ્રીતી




મોસમ ભીની ઋતુ વરસતી અંતરે સ્પર્શી રહી ,
અરુ પ્રભાતે મૃદુલ સ્વરે કોકિલા ગીત ગાતી ,
કિરણ થોડા વાદળો માં ડોકિયું કાઢી જોતાં ,
ને એ સવારે ક્રમ મુજબ હું હાંફતો ચાલી રહ્યો ,
જોયું એવું દ્રશ્ય ભુપરે  નજર ત્યાં ચોટી ગઈ ,
ગરીબ બાપો ઝુપડું બાંધે આ સમય ગાળવાને ,
નીચે ઉંભી નાની ઢીંગલી  થઇ હજી બસ સમજણી,
એ આંખો માં ભય હતો એનો જેને હું માણી રહ્યો ,
એને વર્ષા વ્હાલી હો તો યે કરે ન કલ્પના એ ,
ખરું ખરું એ ક્યાંક જીવન ક્યાંક મૃત્યુ વેરતું હો ,
રહ્યો વિચારી "ક્યારે એને વર્ષા પર પ્રીતિ થાશે  ?

    
                                -ચિંતન લખાણી  'અલ_મસ્ત ' 

connect on facebook
chintanlakhani41195@gmail.com

આવ જરા તું ઓરી





શ્યામલ રંગ મન ભાયો ,ભાયો ગોકુલ ગામ  કિશોરી ,
આવ જરા તું ઓરી ,ગોરી આવ જરા તું ઓરી,

જમુના જળ માં  સ્નાન કરીને, ભીના વદન ની માથે ,
કોરા નયન, આ લૂછ્યા કરતા એને હાથે હાથે ,
તે  જ સ્વામીની થઈને કીધી મારા હદય ની ચોરી ,

                         આવ જરા તું ઓરી ..........................

ઝાકળ ની આ બુંદો માદક કરે છે ઉપવન મન નું,
આપ-લે ફૂલો ની, છે સૂચન ન્યારા બંધન નું,
ભ્રમર કરી ને ગુંજન ,બાંધે છે સંબંધ ની દોરી ,

                        આવ જરા તું ઓરી ...........................

કુસુમ પરે થી રાગ ખરે છે, હાંસી કરે છે માંહે,
પાણિ  ગ્રહું ને દેહ થરથરે ,મન વારી વારી જાયે,
જાણે છે તું તોરો છું હું ,થઇ જા ને તું મોરી ,

                         આવ જરા તું ઓરી............................




    connect on facebook                                                                          -ચિંતન લખાણી 'અલ_મસ્ત'